|| શ્રી ગણેશાય નમઃ ||

|| જય શ્રી વિરપાનાથ દાદા ||

દાદા ની સ્તુતિ

અહો દેવના દેવ હે વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી.

દયાળુ પ્રભુ આપના થી ઉગારો. વિરપાનાથ તું એક આધાર મારો.

અમે બાળકો બોલીયે હાથ જોડી, અમારી આશા છે પ્રભુ છેક થોડી.

દયા લાવીને દસ દુઃખો નિવારો, વિરપાનાથ તું એક આધાર મારો.

અમે ને કુટુંબી જનો જે અમારા રહીએ શરીરે સુખી સર્વ સારા.

સદા આપજો આપ સારા વિચારો. વિરપાનાથ તું એક આધાર મારો.

હું છું રાંક નો રાંક અજાન પ્રાણી. અમારી કશી વાત ન તુજથી અજાણી.

કહો હે દયાળુ શમા વાંક મારો. વિરપાનાથ તું એક આધાર મારો.

નથી મે કરી કાઈઆપણી આપની ભક્તી. નથી આપના ગુણ ગાવાની શક્તિ.

દયા લાવી દસ દુઃખો નિવારો. વિરપાનાથ તું એક આધાર મારો.

બોલો શ્રી વિરપાનાથ દાદા ની જ્ય...

ૐ જ્ય શ્રી વિરપાનાથ દાદાય નમઃ