|| શ્રી ગણેશાય નમઃ ||

|| જય શ્રી વિરપાનાથ દાદા ||

મંદિર વિશે

પ્રાચીન પુષ્પાવતી નગરી તરીકે ઓળખાતું પસવાદળ ગામ જેમા પુષ્પાસેન રાજા રાજય કરતા હતા. તે વખતે નગરી પુષ્પાવતી નામે ઓળખાતી હતી.

વર્ષો જતા કોઈ સાધુ-સંત ના શ્રાપ થી નગરી નસ્ટ પામેલ જેના અવશેષો અત્યારે પણ અમારા પસવાદળ ગામે થી મળી આવે છે. તે વખતે લોક વાયકા પ્રમાણે શ્રી વિરપાનાથ દાદા ગાયો ના વારે ચડેલા અને ગાય ધણ બચાવેલ. પરંતુ કોઈ અસૂરે એરંડા ના ઝાડ ની નીચે છુપેલા શ્રી વિરપાનાથ દાદા પર ઘા કરી શહીદ કરેલા.

આજે પણ પસવાદળ ગામે દિવેલ બળતુ નથી અને વર્ષો થી શ્રી વિરપાનાથ દાદા ના હોમ-હવન તથા જાતર માં તથા નવરાત્રી ના નકોડા ઉપવાસ રાખી માનવ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. દાદા ના અનેક એવા ચમત્કાર છે. જેના અનુભવ આજે પણ ગામ ના લોકો કરી રહ્યા છે. દાદા ના ખોટા સોગંદ ખાવા ની પણ કોઈ ના માં હિંમત નથી. દાદા ની પ્રતિષ્ઠા કેટલા વર્ષો પહેલા કરવા માં આવી છે એ પણ કોઈને યાદ નથી.

જુના મંદિર નો જીનોદ્ધર કરી નવા મંદિર નું કામ શ્રી પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન રજી. એ.૬૧૫ નંબર થી ટ્રસ્ટ બાનવી ઈ.સ. ૧૯૮૭ થી ચાલુ કરેલ. નવીન ધર્મશાળા નીચે રૂમ નંબર ૨ સાથે ૧૯૯૧ માં વૈશાખ સુદ-૫ ના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી આજ સુધી ટ્રસ્ટ દ્વારા પૂજારી ની રૂમ, મોટું રસોડું, વાસણ સામગ્રી, ધર્મશાળા ઉપરાંત ૨ રૂમ, મોટી ધર્મશાળા, સમગ્ર ચોક માં આરસ નું કામ ટ્રસ્ટ કાર્યાલય(ઓફીસ) તથા નવીન અન્નશેત્ર નું બાંધકામ, તથા ઉપર બીજા નવા ૧૦ રૂમ નું કામ કરેલ છે.

વધુ વાંચો