|| શ્રી ગણેશાય નમઃ ||

|| જય શ્રી વિરપાનાથ દાદા ||

મંદિર વિશે

પ્રાચીન પુષ્પાવતી નગરી તરીકે ઓળખાતું પસવાદળ ગામ જેમા પુષ્પાસેન રાજા રાજય કરતા હતા. તે વખતે નગરી પુષ્પાવતી નામે ઓળખાતી હતી.

વર્ષો જતા કોઈ સાધુ-સંત ના શ્રાપ થી નગરી નસ્ટ પામેલ જેના અવશેષો અત્યારે પણ અમારા પસવાદળ ગામે થી મળી આવે છે. તે વખતે લોક વાયકા પ્રમાણે શ્રી વિરપાનાથ દાદા ગાયો ના વારે ચડેલા અને ગાય ધણ બચાવેલ. પરંતુ કોઈ અસૂરે એરંડા ના ઝાડ ની નીચે છુપેલા શ્રી વિરપાનાથ દાદા પર ઘા કરી શહીદ કરેલા.

આજે પણ પસવાદળ ગામે દિવેલ બળતુ નથી અને વર્ષો થી શ્રી વિરપાનાથ દાદા ના હોમ-હવન તથા જાતર માં તથા નવરાત્રી ના નકોડા ઉપવાસ રાખી માનવ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. દાદા ના અનેક એવા ચમત્કાર છે. જેના અનુભવ આજે પણ ગામ ના લોકો કરી રહ્યા છે. દાદા ના ખોટા સોગંદ ખાવા ની પણ કોઈ ના માં હિંમત નથી. દાદા ની પ્રતિષ્ઠા કેટલા વર્ષો પહેલા કરવા માં આવી છે એ પણ કોઈને યાદ નથી.

જુના મંદિર નો જીનોદ્ધર કરી નવા મંદિર નું કામ શ્રી પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન રજી. એ.૬૧૫ નંબર થી ટ્રસ્ટ બાનવી ઈ.સ. ૧૯૮૭ થી ચાલુ કરેલ. નવીન ધર્મશાળા નીચે રૂમ નંબર ૨ સાથે ૧૯૯૧ માં વૈશાખ સુદ-૫ ના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી આજ સુધી ટ્રસ્ટ દ્વારા પૂજારી ની રૂમ, મોટું રસોડું, વાસણ સામગ્રી, ધર્મશાળા ઉપરાંત ૨ રૂમ, મોટી ધર્મશાળા, સમગ્ર ચોક માં આરસ નું કામ ટ્રસ્ટ કાર્યાલય(ઓફીસ) તથા નવીન અન્નશેત્ર નું બાંધકામ, તથા ઉપર બીજા નવા ૧૦ રૂમ નું કામ કરેલ છે.

શ્રી પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પસવાદળ માં આવેલા બીજા તમામ મંદિર નો વહીવટ ટ્રસ્ટ દ્વારા કરવા માં આવે છે. જેમો ગુરુ દત્તાત્રેય મંદીર, ધર્મશાળા, હોલ વગેરે બનાવેલ છે. ત્યા માગસર સુદ – ૧૫ ના રોજ હવન થાય છે. શ્રી ચામુંડા માતાજી ના મંદિર નું પણ જીણોદ્ધાર કામ કરેલ છે. તથા કમ્પાઉન્ડ સાથે જગ્યા બનાવેલ છે. ત્યા પણ ચૌત્ર સુદ – ૯ ના રોજ હવન થાય છે.

વૈશાખ સુદ – ૫ શ્રી વિરપાનાથ દાદા ના મંદિર પ્રતિષ્ઠા હવન કરવા માં આવે છે. શ્રી વિરેશ્વર મહાદેવ મંદિરે ધર્મશાળા, પાણી ની ટાંકી વગેરે બનાવેલ છે. ત્યાં પણ શ્રાવણ વદ - ૦૦ રોજ હવન થાય છે. તથા પસવાદળ – માનપુરા રોડ પર શ્રી ગણપતિ મંદિર નું પણ જીનોદ્ધાર નું કામ કાજ કરી પાણી ની ટાંકી, હવન-શાળા બનાવેલ છે. તથા ત્યાં ભાદરવા સુદ – ૯ ના રોજ હવન થાય છે. ગામ ના પાદરે રામાપીર નું મંદિર આવેલ છે ત્યાં પણ ભાદરવા સુદ – ૯ ના રોજ હવન કરવા માં આવે છે.

અમારા પસવાદળ ગામ ના યુવા-શક્તિ દ્વારા નવરાત્રી માં છેલ્લા ૮ વર્ષ થી અવનવી કૃતિઓ દ્વારા તથા પ્રદર્શન થી આજુબાજુના ગામ ના લોકો ને આકર્ષણ નું કેન્દ્ર બનાવેલ છે. મોટી જાહેરાત કરી ને આસો સુદ – ૧ થી આસો સુદ – ૧૫ સુધી રાતે મેળા જેવો માહોલ ઉભો કરેલ છે. જે અમારા ગમા ના યુવા –શક્તિ ને આભરી છે.

આસો સુદ - ૮ ના રોજ શોભાયાત્રા બેન્ડ-વાજા સાથે ગામ માં નીકળે છે. જે વિરપાનાથ મંદિર થી નીકળી ને ગામ ચોક થી લક્ષ્મીપુરા ગામે જાય છે. આમાં ગામ ના લોકો ને દાતા શ્રી તરફથી નાસ્તો આપવા માં આવે છે. ત્યાં થી શોભાયાત્ર શ્રી વિરપાનાથ દાદા ના મંદિર તરફ પરત ફરે છે.

આસો સુદ – ૯ ના રોજ શ્રી વિરપાનાથ દાદા નો મોટો હવન થાય છે. જેમો પ્રથમ પાટલો પસવાદળ ગામ નો તથા બીજો પાટલો બહારના આપવા માં આવે છે. તે દિવસે સવારે ૧૦ વાગે ગામ સભા રાખવા માં આવે છે. જેમો આખા વર્ષ ના હવન ની ઉચામાની ની તથા વાર્ષિક હિસાબ ની વાંચન તથા અન્ય નવીન કામો ની ચર્ચા કરવા મો આવે છે.

છેલ્લા ૨૦ વર્ષ થી શ્રી વિરપાનાથદાદા ટ્રસ્ટ દ્વારા અન્નશેત્ર ચાલુ કરવા માં આવેલ છે. જેમો યત્રીકો, સંત-મહાત્મા તથા ગરીબ લોકો ને સવાર અને સાંજે બે સમય નું ભોજન આપવા માં આવે છે.તથા સુદ -૫ ના રોજ મિષ્ટાન સાથે ભોજન આપવા માં આવે છે. તથા આખા દિવસ માટે ચા-પાણી ની વ્યવસ્થા કરવા માં આવે છે.